પાછળ જુઓ

સરદાર પટેલ આવાસ યોજના

  •  
    • આ યોજનાનો લાભ કોણ લઇ શકે ?


    • • રાજય સરકારની ગરીબલક્ષી આ યોજનાનો લાભ ગ્રામ્ય વિસ્તારના ગરીબીરેખા નીચે નોંધાયેલ વ્યકિતને મળી શકે છે.

      • પોતાને કોઇ પ્લોટ કે મકાન ન હોય તેવાને આ યોજનાનો લાભ મળે છે.

      • અરજદારે સરકારની રહેઠાણની અન્ય યોજનાનો લાભ લીધેલ ન હોવો જોઇએ.

      • અરજદાર પાસે પિયતવાળી જમીન અડધા હેકટરથી વધારે ન હોય અથવા બિનપિયતવાળી એક હેકટરથી વધારે ખેતીની જમીન ન હોય તો તેવા જમીન ધારકોને પણ આ યોજનામાં લાભ મળે છે.

      • જો ૫તિ-પત્ની સાથે રહેતાં હોય અને તેમાં ૫તિ કે ૫ત્નીને નામે કોઇ પ્લોટ કે મકાન ન હોય અને છેલ્લા પાંચ વર્ષથી એ જ ગામમાં વસવાટ કરતાં હોય તો તે બેમાથી કોઇ એક વ્યકિતને જ આ યોજનાનો લાભ મળી શકે છે.

      • જો લાભાર્થી બહારગામનો વતની હોય તો જે ગામમાં રહેતો હોય તે ગામનું ગરીબીરેખાનું કાર્ડ ધરાવતો હોવો જોઇએ. આવી વ્યકિતએ તેના મૂળ ગામમાંથી ત્યાંના સરપંચશ્રી પાસેથી '' આ લાભાર્થીએ અમારા ગામમાં સરદાર ૫ટેલ આવાસ યોજનાનો લાભ લીધો નથી'' એવો દાખલો લાવવાનું જરૂરી છે. તથા તે ગામે મૂળ વતનમાં તેના તથા તેની ૫ત્નીના નામે પોતાનું મકાન ન હોવું જોઇએ અને બી.પી.એલ. ની વ્યાખ્યામાં આવતાં હોવાં જોઇએ તેનો દાખલો જરૂરી છે.

      • સરદાર ૫ટેલ આવાસ યોજનાનો લાભ ગરીબીની રેખા નીચે જીવતા ગ્રામજનને ફકત એક જ વખત મળી શકે છે.